About This Shibir
શ્રી મુનિસુવ્રતસ્વામીને નમ:
🕉શ્રી સિદ્ધિસૂરીશ્વર સદ્-ગુરુભ્યો નમ:
🌹સિદ્ધિ - સાધન - સત્સંગ શિબિર - ૫ દિવસીય નિવાસી - ફેબ્રુઆરી ૨૦૨૬🌹
🔹 તારીખ - ૧૪ થી ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૬, (મહા વદ ૧૨ થી ફાગણ સુદ ૧), શનિવાર થી બુધવાર.
🔹સ્થળ - શ્રી કલાપૂર્ણમ તીર્થ, દેવલાલી, નાશિક નજીક.
🔹નિશ્રા દાતા - પરમ પૂજ્ય ભક્તિયોગાચાર્ય શ્રી યશોવિજયસૂરિશ્વરજી મહારાજા (નોંધ - અનુકૂળતા અનુસાર પૂજ્યશ્રીની વાચના રહેશે).
🔹વાચના દાતા - પૂજ્ય બાપજી મહારાજ સમુદાયના આધ્યાત્મિક પ્રવચનકાર પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી રાજરત્ન વિજયજી મહારાજા
🔹રજિસ્ટ્રેશન ચાર્જ (નોન રિફંડબલ) - ૱. ૧,૧૦૦ (રૂપિયા અગિયારસો)
🔹ટ્રેન બુકિંગ માટે - શિબિરના મુકામે ૧૩ ફેબ્રુઆરીની રાત સુધીમાં અવશ્ય પહોંચવાનું રહેશે. ૧૮ ફેબ્રુઆરીએ બપોર પછી શિબિર પૂર્ણ થશે. ચેક-આઉટ ૧૯ ફેબ્રુઆરી સવાર સુધીમાં કરવાનું રહેશે. શ્રી કલાપૂર્ણમ તીર્થ - નાશિક રોડ અને દેવલાલી રેલ્વે સ્ટેશન બન્નેથી નજીક છે.
🔹 શિબિર વિશે વધુ જાણકારી માટે - આનંદભાઈ - ૯૮૨૧૦૪૩૨૦૨
------------------------------
🌟 શિબિર ને લગતી અગત્યની સૂચનાઓ 🌟
👉 શિબિરમાં વયસ્ક ભાઈઓ કે બહેનો જેમને આધ્યાત્મિક વિષયમાં રૂચી હોય તે જોડાઈ શકશે. ઉંમરની કોઈ મર્યાદા નથી.
👉 શિબિરનું બુકિંગ બીજાને ટ્રાન્સફર કરવામાં કોઈ બાધ નથી.
👉 શિબિર દરમ્યાન કોઈ ચોક્કસ ડ્રેસ કોડ ફરજીયાત નથી.
💫💫💫 ધ્યાન અને વિચારણાની ભૂમિકાને અનુકૂળ રહે તે માટે -
👉 ૧૩ ફેબ્રુઆરી રાત્રે મોબાઈલ ફોન કાર્યકર્તાઓને સુપ્રત કરવાનો રહેશે. તે ૧૮ ફેબ્રુઆરીએ બપોરે પાછો આપવામાં આવશે.
👉 શિબિર દરમ્યાન પ્રાયઃ મૌન રાખવાનું રહેશે.
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃
🌹સિદ્ધિ - સાધન - સત્સંગ શિબિર - ૫ દિવસીય નિવાસી - ફેબ્રુઆરી ૨૦૨૬🌹
આયોજક - બાપજી મહારાજ વંદના ટ્રસ્ટ